ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર વિસ્ફોટઃ આતંકી હુમલાની આશંકા

Friday 18th November 2022 15:49 EST
 
 

ઉદયપુરઃ રાજસ્થાનમાં શનિવારે મોડી રાતે ઓડા પુલ નજીક ઉદયપુર-અમદાવાદના નવા રેલવે ટ્રેકને બોમ્બથી ઉડાવવાનું કાવતરું ઘડાયું હતું. અહીં એક પ્રચંડ વિસ્ફોટ થતાં ટ્રેકને નુકસાન થયું હતું. જોકે, જાનહાની ટળી છે. દુર્ઘટનાવાળી જગ્યા પરથી તપાસનીશ ટીમને જે ડેટોનેટર અને દારૂગોળાના અવશેષો મળ્યા છે તે આતંકી કાવતરાના સંકેત આપે છે. વિસ્ફોટકો મળવાના કારણે એટીએસને મોટા કાવતરાંની આશંકા પેદા થઈ છે. નોંધનીય છે કે ા રેલવે ટ્રેકનું પખવાડિયા પૂર્વે જ વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું છે.
આ ઘટના પછી ઉદયપુરથી એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)થી માંડીને એનઆઇએ અને એનએસજીના ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળે પહોંચીને આતંકી કાવતરાંના એન્ગલથી તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે મોડી રાત્રે ગ્રામીણોએ સમ્બૂલ માર્ગ પર કેવડાના નાળામાં ઓડા રેલવે પુલ પર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ત્યાર પછી કેટલાક યુવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા તેમને ટ્રેક પરથી દારૂગોળો અને ડીટોનેટર મળી આવ્યા હતા. વધુમાં વિસ્ફોટના કારણે કેટલીક જગ્યાએથી ટ્રેક તૂટી ગયો હતો. પ્રથમ દૃષ્ટિએ કોઈએ રેલવે ટ્રેક ઊડાવવા માટે વિસ્ફોટ કર્યો હોવાનું જણાય છે તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
અધિકારીઓએ કહ્યું કે પુલ પર ટ્રેક પરથી નટ-બોલ્ટ પણ ગાયબ થયા હોવાનું જણાયું છે. આ ઘટના પછી એફએસએલ અને એટીએસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter