ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે અને યુપીએના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વા

Wednesday 20th July 2022 05:07 EDT
 
 

નવી દિલ્હીઃ યુપીએ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિના પદ માટે પોતાના ઉંમેદવાર જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે આલ્વા વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હશે. નોંધનીય છે કે શનિવારે એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળા રાજ્યપાલ જગદીપ ધનખડને જાહેર કરવામાં આવ્યા હતા. આમ હવે માર્ગારેટ વિપક્ષના ઉમેદવાર જાહેર થતાં ધનખડ અને તેમના વચ્ચે સીધી ટક્કર યોજાશે. અત્રે નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટમી આગામી છ ઓગસ્ટે યોજાવાની છે. એનસીપી ચીફ શરદ પવારે તેના નામની જાહેરાત કરી હતી. આ અગાઉ એનસીપી અધ્યક્ષ શરદ પવારના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે યુપીએના ઉમેદવારોના ઉમેદવાર તરીકે વિવિધ નામ પર ચર્ચા થઈ હતી તે પછી આલ્વાનું નામ જાહેર કરાયું હતું. 14 એપ્રિલ, 1942ના જન્મેલા કોંગ્રેસ નેતા ઓગસ્ટ 2014માં પોતાના કાર્યકાળના અંત સુધીમાં ગોવાના 17મા રાજ્યપાલ, ગુજરાતના 23માં રાજ્યપાલ રાજસ્થાનના 20માં રાજ્યપાલ અને ઉત્તરાખંડના ચોથા રાજયપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જગદીપ ધનખડે સોમવારે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જગદીપ ધનખડે ઉમેદવારીપત્ર દાખલ કર્યું તે પ્રસંગે સૌની નજર બંને નેતાનાં વસ્ત્રોનાં રંગ અને બંનેની મેચ થતી કેમેસ્ટ્રી ઉપર હતી. દિવસભર તે વિશે ચર્ચાઓ પણ ચાલી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter