નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીને માઈનોર બ્રેઈન હેમરેજ થઈ જતા તેમને દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્ટની તેમના ઘરમાં હતા ત્યારે ૩૦મીએ બપોરે હેમરેજ થઈ જતાં તેઓ પડી ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા હતા. કોંગ્રેસના કેરળના આ ૭૬ વર્ષીય નેતા યુપીએના કાર્યકાળમાં સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ સૌથી વધુ સાત વર્ષ સુધી સંરક્ષણ પ્રદાનપદે રહ્યા હતા.


