એઆઇમાં મહાશક્તિ બનવા ભારતની આગેકૂચઃ ઓલ્ટમેન

Friday 20th February 2026 04:11 EST
 
 

નવી દિલ્હીઃ એઆઈ સમિટમાં હાજરી આપતા પહેલાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું કે, ભારતમાં ઝડપથી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં એઆઈના 10 કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય વપરાશકારો છે, જે અમેરિકા પછી દુનિયામાં બીજો સૌથી મોટો આંકડો છે. આ સાથે ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં મોટી શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઓપનએઆઈ ભારતમાં એઆઈ સાક્ષરતા, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાસ્તવિક કાર્યોમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter