એક લાખ ભારતીયોનો ડેટા ડાર્ક વેબમાં વેચાતો હોવાનો દાવો

Thursday 04th June 2020 08:06 EDT
 

નવી દિલ્હીઃ સાઈબર ઈન્ટલિજન્સ ફર્મના તાજેતરના અહેવાલોમાં દાવો કરાયો છે કે ભારતના એક લાખ નાગરિકોનો ડેટા ડાર્ક વેબમાં વેચાઈ રહ્યો છે. એમાં પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડની વિગતોનો સમાવેશ થાય છે. એજન્સીના કહેવા પ્રમાણે આ યુઝર્સના આઈડી કાર્ડની સ્કેનકોપી હેકર્સ પાસે છે. સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ સાઈબલના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના એક લાખ યુઝર્સના આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો ડાર્ક વેબમાં વેચવા મૂકવામાં આવી છે. હેકર્સ પાસે ભારતના એક લાખ યુઝર્સના નેશનલ આઈડીની સ્કેન કોપી ઉપલબ્ધ છે. આ ડેટા થર્ડ પાર્ટીએ લીક કર્યો હોવાની શક્યતા છે. અથવા તો થર્ડ પાર્ટીને નિશાન બનાવીને હેકર્સે આ ડેટા મેળવ્યો હોય એવી પણ શક્યતા છે. એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે આ ડેટા સરકારી સિસ્ટમમાંથી લીક થયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter