એનઆરસી મુદ્દે મોદી-અમિત શાહ વચ્ચે મતભેદઃ મણિશંકર ઐય્યર

Friday 17th January 2020 07:33 EST
 
 

લાહોરઃ વિવાદોમાં ઘેરાયેલા રહેતા કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરે આ વખતે પાકિસ્તાનમાં એક ડિબેટમાં કહ્યું છે કે, એનઆરસી અને એનપીઆર મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે પણ મતભેદ છે. આ બંને ભારતમાં હિંદુત્વના ચહેરા છે. ભારતના આંતરિક મામલાની ચર્ચા કરીને ફરી એકવાર મણિશંકરે વિવાદને આમંત્રણ આપ્યું છે.

‘કાતિલ’ શબ્દથી વિવાદ

ઉલ્લેખનીય છે કે મણિશંકર દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ કરી રહેલા લોકોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન પણ તેમણે વિવાદિત નિવેદન કર્યું હતું કે, ભાજપે ‘સબ કા સાથ, સબ કા વિનાશ’ જેવું કામ કર્યું છે. હવે આપણે જોઈશું કે, કોનો હાથ મજબૂત છે. અમારો કે પેલા ‘કાતિલ’નો. આ અંગે પત્રકારોએ તેમને પૂછ્યું કે, તમે કોને કાતિલ કહી રહ્યા છો? તો તેમણે સવાલ ટાળી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter