એનએસઈ કેસમાં ચિત્રા રામકૃષ્ણ સીબીઆઇ કસ્ટડીમાં

Thursday 10th March 2022 06:05 EST
 
 

નવી દિલ્હી: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના બહુચર્ચિત કો-લોકેશન કેસમાં સીબીઆઈએ રવિવારે રાત્રે દિલ્હીમાં ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી છે. સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કરતાં વિશેષ અદાલતે તેમની સાત દિવસની સીબીઆઇ કસ્ટડી મંજૂર કરી છે. ગયા સપ્તાહે આ કેસમાં એનએસઈના ભૂતપૂર્વ ગ્રૂપ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યનની ધરપકડ થઇ છે.
કૌભાંડમાં વરિષ્ઠ મનોવૈજ્ઞાનિકે ચિત્રાની પૂછપરછ કરી હતી. મે ૨૦૧૮માં એનએસઈ કો-લોકેશન કૌભાંડ સંદર્ભમાં એફઆઈઆરના આધારે ધરપકડ કરાઈ છે. ગયા મહિને ‘સેબી’એ અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે ચિત્રા રામકૃષ્ણે એનએસઈના મહત્વપૂર્ણ નિર્ણયો કહેવાતા 'હિમાલયન યોગી'ની સલાહથી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter