નવી દિલ્હીઃ રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનમાં ચિરાગ પાસવાનને મુદ્દે મામલો હજી શાંત નથી થઈ રહ્યો. અંદાજપત્ર રજૂ થતાં પહેલાં બોલાવાયેલી બેઠકમાં કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાનને નિમંત્રણ આપ્યું હતું. અહેવાલો છે કે, ચિરાગ પાસવાનને નિમંત્રણ મળતાં નીતિશકુમાર નારાજ થતાં ભાજપ મોવડીમંડળે આખરે ચિરાગ પાસવાનને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓઆ બેઠકમાં નિમંત્રિત નથી. તેમને ભૂલથી નિમંત્રણ અપાઈ ગયું છે.


