નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ૩૦મી મેએ સાંજે સાત કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના શપથ લીધા છે. આ સાથે જ પ્રધાનમંડળના સભ્યોએ પણ શપથ લીધા છે. નરેન્દ્ર મોદી સરકારના સાંજે થયેલા શપથ ગ્રહણ સમારોહમાં કુલ ૫૮ પ્રધાનોએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જેમાં વડા પ્રધાન મોદીનો પણ સમાવેશ થાય છે. ૫૮માંથી ૧૨ પ્રધાનોએ અંગ્રેજીમાં જ્યારે ૪૬ પ્રધાનોએ હિન્દીમાં શપથગ્રહણ કર્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે એક પણ પ્રધાને પ્રાદેશિક ભાષામાં શપથ લીધા ન હતા. મૂળ પંજાબી ત્રણ પ્રધાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ આ તમામ પ્રધાનોએ અંગ્રેજી ભાષામાં શપથ લીધા હતા. જેમાં હરસિમરત કૌર બાદલ પણ સામેલ છે.
પ્રધાનમંડળ વિશેષ
- ૩૨૭ બેઠકવાળાં ૧૩ રાજ્યમાં એનડીએએ ૨૯૬ બેઠક જીતી, ત્યાંથી ૪૫ પ્રધાન, સૌથી વધુ ૯ ઉ.પ્ર.થી ગઈ વખતે અહીંથી ૧૩ પ્રધાનો હતા.
 - ઉ. પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મ. પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકની કુલ ૩૨૭ બેઠકમાંથી એનડીએએ ૨૯૬ જીતી છે. આ રાજ્યોમાંથી ૪૫ને પ્રધાન બનાવાયા છે. સૌથી વધુ ઉ. પ્રદેશમાંથી ૯ પ્રધાન છે.
 - ઓડિશામાં પણ ભાજપને પહેલીવાર ૮ બેઠક મળી છે. ત્યાંથી પ્રતાપચંદ સારંગીને પ્રધાન બનાવાયા છે. ગઈ વખતે ત્યાંથી પણ ફક્ત એક જ પ્રધાન હતા.
 - જે ૬ રાજ્યમાં આ વર્ષે કે આવતા વર્ષે ચૂંટણી છે ત્યાંથી ૧૬ પ્રધાન
 - આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ૩ રાજ્ય- મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થશે. આ રાજ્યોમાંથી ૯ પ્રધાન બનાવાયા છે. સૌથી વધુ ૫ પ્રધાન મહારાષ્ટ્રના છે.
 - આવતા વર્ષે બિહાર, દિલ્હી અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી થશે. આ ૩ રાજ્યમાંથી ૭ પ્રધાન બનાવાયા છે. તેમાંથી ૫ બિહારના છે.
 - લોકસભા ચૂંટણીમાં પહેલીવાર બંગાળમાં ભાજપને ૧૮ બેઠક મળી છે. જેમાંથી ફક્ત બેને પ્રધાન બનાવાયા છે. બાબુલ સુપ્રિયો અને દેબશ્રી ચૌધરી. ગઈ વખતે ૨૦૧૪માં પણ બંગાળમાંથી બે જ પ્રધાન હતા.
 - મુખ્તાર અબ્બાસ નક્વી એકમાત્ર મુસ્લિમ પ્રધાન. ગઇ વખતે ૩ હતા. નઝમા હેપતુલ્લા, એમ. જે. અકબર અને નક્વી. ૨૪ રાજ્યમાંથી પ્રધાન બનાવાયા છે.
 
કેબિનેટ પ્રધાનો
૧. રાજનાથસિંહ
૨. અમિત શાહ
૩ નીતિન ગડકરી
૪. સદાનંદ ગૌડા
૫. નિર્મલા સીતારામન
૬. રામવિલાસ પાસવાન
૭. નરેન્દ્રસિંહ તોમર
૮. રવિશંકર પ્રસાદ
૯. હરસિમરત કૌર
૧૦. થાવરચંદ ગેહલોત
૧૧. એસ. જયશંકર
૧૨. રમેશ પોખરિયાલ
૧૩. અર્જુન મુંડા
૧૪. સ્મૃતિ ઈરાની
૧૫. ડો. હર્ષવર્ધન
૧૬. પ્રકાશ જાવડેકર
૧૭. પીયૂષ ગોયલ
૧૮. ધર્મેન્દ્ર પ્રધાન
૧૯. મુખ્તાર અબ્બાસ
૨૦. પ્રહલાદ જોષી
૨૧. મહેન્દ્રનાથ પાંડે
૨૨. અરવિન્દ સાવંત
૨૩. ગિરીરાજ સિંહ
૨૪. ગજેન્દ્રસિંહ શેખાવત
ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન અને એસ. જયશંકર હાલમાં કોઈપણ ગૃહમાં નથી. તેમણે ૬ મહિનામાં લોકસભા કે રાજ્યસભામાં આવવું પડશે.
રાજ્ય પ્રધાનો (સ્વતંત્ર હવાલો)
૧. સંતોષ ગંગવાર
૨. રાવ ઈન્દ્રજિતસિંહ
૩. શ્રીપાદ નાઈક
૪. ડો. જિતેન્દ્રસિંહ
૫. કિરણ રિજિજુ
૬. પ્રહલાદ પટેલ
૭. આર. કે. સિંહ
૮. હરદીપસિંહ પુરી
૯. મનસુખ માંડવિયા
રાજ્ય પ્રધાનો
૧. ફગ્ગન કુલસ્તે
૨. અશ્વિની ચૌબે
૩. અર્જુન મેઘવાલ
૪. વી.કે.સિંહ
૫. કૃષ્ણપાલ ગુર્જર
૬. રાવસાહેબ દાનવે
૭. જી.કિશન રેડ્ડી
૮. પુરુષોત્તમ રુપાલા
૯. રામદાસ આઠવલે
૧૦. નિરંજન જ્યોતિ
૧૧. બાબુલ સુપ્રિયો
૧૩. સંજય ધોત્રે
૧૩. અનુરાગ ઠાકુર
૧૫. અંગાડી સુરેશ
૧૬. નિત્યાનંદ રાવ
૧૭. રતનલાલ કટારિયા
૧૮. વી. મુરલીધરન
૧૯. રેણુકા સિંહ
૨૦. સોમપ્રકાશ
૨૧. રામેશ્વર તેલી
૨૨. પ્રતાપચંદ સારંગી
૨૩. કૈલાસ ચૌધરી
૨૪. દેબશ્રી ચૌધરી


