એનિમેલાઃ ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ એનિમેશન ફેસ્ટિવલ

Tuesday 14th February 2023 11:26 EST
 
કિરીટ ખુરાના, મિસ વેરોનિક એન્ક્રેનાઝ અને મિકાએલ મારિન
 

મુંબઈઃ એનિવર્સ એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ ફાઉન્ડેશન (AVAF) દ્વારા 9 ફેબ્રુઆરીએ એનિમેશન, VFX, XR, ગેમિંગ્સ અને કોમિક્સ માટે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ એનિમેશન ફેસ્ટિવલ AniMelaલોન્ચ કરાયો હતો. મુંબઈમાં નવેમ્બર 2023માં ત્રણ દિવસ માટેનો આ ફેસ્ટિવલ યોજવા AVAF દ્વારા વિશ્વમાં સૌથી મોખરે રહેલા ફ્રાન્સના એનેન્સી ફેસ્ટિવલ સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે.

એનિમેલા AVGC-XR ઈન્ડસ્ટ્રીમાં પોતાની કામગીરી દર્શાવવા ભારતીય યુવાનો માટેનું પ્લેટફોર્મ બની રહેશે જેના મારફત ઈવેન્ટ્સ, એક્ટિવિટીઝ અને વર્કશોપ્સ યોજવામાં આવશે. ભારતીય યુવાનોને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કરાતી શ્રેષ્ઠ કામગીરીને નિહાળવાની પણ તક મળશે. આ પ્લટફોર્મથી યુવા પ્રતિભાશાળી કળાકારો, એનિમેશન ફિલ્મમેકર્સ, ગેમ ડવલપર્સ, ટકનોલોજિસ્ટ્સ અને ભારતના સ્ટોરી ટેલર્સને નેટવર્કિંગ અને જ્ઞાનના સહયોગનો મંચ મળી રહેશે.

એનિવર્સ એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિ. કિરીટ ખુરાના અનુસાર કે 800 બિલિયન ડોલરના ગ્લોબલ AVGC-XR સેક્ટરમાં ભારતનું યોગદાન માત્ર 0.5 ટકા જ છે. એનેન્સી ફેસ્ટિવલના સીઈઓ મિ. મિકાએલ મારિને ભારતમાં એનિમેલાફેસ્ટિવલ યોજવા સાથે ભાગીદારીનો આનંદ વ્યક્ત કર્યો હતો. ઈન્ટરનેશનલ એનિમેશન ફિલ્મ માર્કેટ (MIFA)ના વડા મિસ વેરોનિક એન્ક્રેનાઝે ભારતીય બજારની ગર્ભિત ક્ષમતા વિશે વાત કરી હતી. બિનનફાકારી સંસ્થા AVAFની સ્થાપના કિરીટ ખુરાના, અર્ચના ટ્રેસી, એન દોશી,નેહા જૈન અને તેહજીબ ખુરાનાએ 2013માં કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter