નવી દિલ્હીઃ મે મહિનાની શરૂઆતમાં સરકારી ખજાનો છલકાઈ ગયો છે. નાણા મંત્રાલયે પહેલી મેએ જીએસટી કલેક્શનના આંકડાઓ બહાર પાડયા હતા. જેમાં જણાવ્યું કે, માર્ચ ૨૦૧૯ની તુલનાએ એપ્રિલમાં સરકારને જીએસટી પેટે રૂ. ૧.૧૩ લાખ કરોડ મળ્યાં છે જે સૌથી વધારે છે. માર્ચ મહિનામાં સરકારને જીએસટીમાંથી રૂ. ૧.૦૬ લાખ કરોડની આવક થઈ હતી.