એબીજી શિપયાર્ડનો સ્થાપક રિશી અગ્રવાલ એટલે રુઇયાબંધુનો ભાણેજ

Monday 14th February 2022 05:29 EST
 
 

નવી દિલ્હીઃ એબીજી ગ્રૂપના સર્વેસર્વા રિશી અગ્રવાલનું બેકગ્રાઉન્ડ જાણવા જેવું છે. તે જાણીતા ઉદ્યોગપતિબંધુઓ શશી અને રવિ રુઇયાનો ભાણેજ છે. એસ્સાર જૂથના રુઇયાબંધુઓ પણ એક સમયે જંગી દેવાના બોજ તળે હતા. એસ્સાર ઓઇલ રશિયન કંપનીને વેચી દેવાની ફરજ પડી હતી જ્યારે નાદારી હેઠળની એસ્સાર સ્ટીલને આર્સેલરના લક્ષ્મીનિવાસ મિત્તલે સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી હતી. આ સમયે રુઇયાબંધુઓએ એસ્સાર સ્ટીલ પોતાના હાથમાંથી જાય નહીં, અને મિત્તલ તે ખરીદી શકે નહીં તે માટે લગભગ બે વર્ષ સુધી એનસીએલટીથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી દોડાદોડી કરી હતી. આ રુઇયાબંધુઓની બહેનનો દીકરો એટલે રિશી અગ્રવાલ.
રિશી અગ્રવાલે એબીજી જૂથની સ્થાપના કરી હતી. એબીજી શિપયાર્ડ અને એબીજી સિમેન્ટ એવી બે કંપનીઓ છે, જેણે બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન તો લીધી હતી, પરંતુ પરત કરવાની દરકાર કરી નહોતી. લોન પેટે મેળવેલા નાણાં અન્ય હેતુસર વાપરી નાંખતા હવે કાનૂની કાર્યવાહીના મંડાણ થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter