નવી દિલ્હી: એર ઈન્ડિયાની ચેક-ઇન સિસ્ટમનાં સોફ્ટવેરમાં ૨૭મીએ સવારે ૩.૩૦ વાગ્યાથી પાંચ કલાક સુધી ખામી સર્જાઈ હતી જેને કારણે દેશ વિદેશની ૧૫૫ ફ્લાઇટ્સ વિલંબમાં મુકાઈ હતી. પરિણામે બોર્ડિંગ પાસ મેળવી નહીં શકનારા હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા. બીજે દિવસે રવિવારે પણ સોફ્ટવેરમાં સર્જાયેલી આ ખામી ચાલુ રહેતાં ૧૩૭ ફ્લાઇટ્સને માઠી અસર થઈ હતી અને હજારો પ્રવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા. અનેક લોકોએ દેશ વિદેશમાં કનેક્ટિંગ ફ્લાઇટ્સ ગુમાવી હતી અને અન્ય ફ્લાઇટ્સનું કનેક્શન મેળવવા આમથી તેમ રઝળપાટ કરવી પડી હતી. રવિવારે ૧૩૭ ફ્લાઇટ્સ સરેરાશ ૧૯૭ મિનિટ વિલંબમાં મુકાઈ હોવાનું
તારણ છે.