એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનનો નજારો

Saturday 30th March 2024 08:53 EDT
 
 

શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે ઝબારવાના પહાડની તળેટીમાં આવેલો એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનના દરવાજા દેશવિદેશના સહેલાણીઓ માટે ફરી ખુલી ગયા છે. વસંત ઋતુ શરૂ થતાં જ કાશ્મીર ખીણનું સૌંદર્ય  સોળે કળાએ ખીલ્યું છે, તેમાં ટ્યૂલિપના પુષ્પો નવા જ રંગ ઉમેરે છે. આ ગાર્ડનમાં એક જ સ્થળે ટ્યૂલિપની વિવિધ જાત અને રંગના 16 લાખ પુષ્પોનો નજારો જોવા મળે છે. પહાડીના ઢોળાવ પર સાત ટેરેસમાં આ ગાર્ડનની ગયા વર્ષે 3.50 લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter