ઓડિશા સરકારનાં પુસ્તકમાં ગાંધીજીનું મોત અકસ્માત!

Thursday 21st November 2019 07:33 EST
 

ભુવનેશ્વરઃ ઓડિશા સરકારના પુસ્તકમાં લખાયું છે કે ગાંધીજીનું મોત આક્સિમક સંજોગો સર્જાતા થયું હતુ. ગાંધીજીની દોઢસોમી જન્મજંયતી નિમિત્તે ઓડિશા સરકારે ગાંધીજીનો પરિચય આપતું એક ટૂંકું પુસ્તક વિદ્યાર્થીઓ માટે પ્રગટ કર્યું છે. લાખોની સંખ્યામાં છપાયેલા પુસ્તકની મોટા ભાગની નકલો વિદ્યાર્થીઓમાં પહેંચી ગઇ છે. આપણા બાપુજીઃ એક પરિચય (ઓડિશા ભાષાનું મૂળ નામ – આમા બાપુજી - એકા ઝલક) નામના પુસ્તકમાં ગાંધીજીનું અકસ્માતે મૃત્યુ દર્શાવાયું છે. તે જાણીતો ઇતિહાસ છે કે ગાંધીજીનું મોત ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેની ગોળીથી થયું હતું. 

પુસ્તકમાં લખ્યું છે કે ૧૯૪૯ની ૩૦મી જાન્યુઆરીએ સાંજે દિલ્હીના બિરલા હાઉસમાં આકસ્મિક સંજોગો સર્જાયા હતા. તેના પરિણામે ગાંધીજીનું અકસ્માતે મોત થયું હતું. આ પુસ્તક સરકારી અધિકારીઓએ તૈયાર કર્યું હોવાથી તેમાં આવી ભૂલોની ભરમાર છે આ પુસ્તક મુદ્દે ગાંધીજનો તો ઠીક સામાન્ય માણસોએ પણ વિરોધ નોંધાવ્યો છે. સરકારી અધિકારીઓની બેદરકારી સામે ભારે રોષ પ્રગટ થઇ રહ્યો છે. માટે ઓડિશા સરકારે હવે તપાસના આદેશ આપ્યા છે. આ મુદ્દે ઓડિશાના ડાબેરી વિપક્ષોએ નવીન પટનાયક સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે સરકારની ટીકા કરતાં કહ્યું ગેરમાર્ગ દોરવા આવુ લખાણ માંગવી જોઇએ અને દોષિતોને સજા કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter