ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય રણનીતિમાં ધરખમ ફેરફાર

Saturday 01st August 2026 05:19 EDT
 
 

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર પછી ભારતની સંરક્ષણ ખરીદીની પેટર્ન ઝડપથી બદલાઈ છે. છેલ્લા 14 મહિનામાં મંજૂર કરાયેલા વિક્રમજનક પ્રસ્તાવો સંકેત આપે છે કે સેનાઓને હવે માત્ર મર્યાદિત જવાબી કાર્યવાહી માટે નહીં પરંતુ લાંબા અને બહુસ્તરીય જંગ માટે તૈયાર કરાઇ રહી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ સંઘર્ષ બાદથી અત્યાર સુધીમાં 55 પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત 9.80 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ એકસાથે ખર્ચવામાં નહીં આવે પણ આગામી વર્ષોમાં અલગ-અલગ સોદા, ઉત્પાદન કાર્યક્રમો અને આધુનિકીકરણની યોજના પાછળ ખર્ચાશે. પ્રસ્તાવિત ખરીદીનું મુખ્ય ફોકસ હવે ટેન્ક, તોપ અને મોટા પ્લેટફોર્મથી આગળ વધીને ડ્રોન, એર ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક વોરફેર, લાંબા અંતરના સચોટ હુમલા, એઆઈ અને નેટવર્ક આધારિત યુદ્ધ ક્ષમતા પર કેન્દ્રિત થઈ રહ્યું છે.

વર્ષ 2025માં સંરક્ષણ ખરીદીના નિર્ણયો

• માર્ચઃ રૂ. 54 હજાર કરોડ (પ્રસ્તાવઃ ટી-90 ટેન્કના એન્જિન, ટોર્પિડો, અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ
• જુલાઈઃ રૂ. 1.05 લાખ કરોડ (પ્રસ્તાવઃ આર્મર્ડ રિકવરી વ્હીકલ, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, સરફેસ-ટુ-એર મિસાઈલ, માઈન કાઉન્ટર મેઝર વેસલ, સબમર્સિબલ ઓટોનોમસ વેસલ)
• ઓગસ્ટઃ રૂ. 67 હજાર કરોડ (પ્રસ્તાવઃ બરાક અપગ્રેડ, માઉન્ટેન રડાર્સ, સ્પાઈડર અપગ્રેડ, બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ, C-17, C-130-J અને S-400 માટે સપોર્ટ સિસ્ટમ)
• ઓક્ટોબર: રૂ. 79 હજાર કરોડ (પ્રસ્તાવઃ મલ્ટીપલ નાગ મિસાઈલ સિસ્ટમ, ગ્રાઉન્ડ બેઝ્ડ ઈલિન્ટ, લેન્ડિંગ પ્લેટફોર્મ ડૉક્સ, એડવાન્સ્ડ લાઈટવેઈટ ટોર્પિડો)

વર્ષ 2026માં સંરક્ષણ ખરીદીના નિર્ણયો

• ફેબ્રુઆરીઃ રૂ. 3.6 લાખ કરોડ (પ્રસ્તાવઃ ઉપકરણના પ્રસ્તાવ મંજૂર, જેમાં 114 રાફેલ સામેલ)
• જુલાઈઃ રૂ. 52 હજાર કરોડ (પ્રસ્તાવઃ સૈન્ય દળોની યુદ્ધક્ષમતાના નિર્માણ માટે મંજૂરી)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter