નવી દિલ્હીઃ ૧૯૭૦ના દાયકામાં તમિલનાડુના નેલ્લઈ સ્થિત એક મંદિરમાંથી ચોરાયેલી ૧૬મી સદીની આશરે ૫૦૦ વર્ષ જૂની નટરાજની મૂર્તિ ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમમાંથી મળી આવી છે. અહેવાલ મુજબ નેલ્લઈના મંદિરમાંથી ચોરોએ ચાર મૂર્તિઓ ચોરી હતી. ૧૯૮૨ સુધી આ મૂર્તિઓની શોધખોળ કરવામાં આવી પરંતુ પોલીસ ચોરોને પકડવામાં અસમર્થ રહી હતી. ઓસ્ટ્રેલિયાના એડિલેઇડમાં સ્થિત આર્ટ ગેલેરી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા (એજીએસએ)એ જણાવ્યું કે આ મૂર્તિ અંગે અમે શોધ કરી રહ્યા હતા એ દરમિયાન એશિયન આર્ટ ક્યુરેટરે સપ્ટેમ્બર ૨૦૧૬માં જાણ કરી હતી કે નટરાજની મૂર્તિ ચોરાયેલી હતી. બન્ને દેશોની સરકાર આ અંગે વાર્તાલાપ કરી રહી હતી.