કટોકટીને પહોંચી વળવા મહારાષ્ટ્રમાં ડ્રોનથી દવાઓ

Thursday 19th September 2019 05:39 EDT
 

મુંબઈઃ પૂર, આગ, ભૂકંપ જેવી કટોકટીની પરિસ્થિતિમાં અંતરિયાળ વિસ્તારોમાં મદદ પહોંચાડવા મહારાષ્ટ્ર સરકારે એક યોજના ઘડી છે જે અંતર્ગત સરકાર ડ્રોનની મદદથી જરૂરી દવાઓ, બ્લડ, વેક્સીન અને જરૂરી સામાન મોકલશે. તે માટે રાજ્ય સરકારે અમેરિકી કંપની ઝિપલાઇન સાથે કરાર કર્યો છે. આ સેવા ૨૦૨૦માં ઘડનારું દેશનું પ્રથમ રાજ્ય છે. પ્રથમ તબક્કામાં પૂર્ણ અને નંદુરબારમાં ૪-૫ વર્ષમાં ૧૦ કેન્દ્ર સ્થાપિત કરાશે. તેના દ્વારા મહારાષ્ટ્રના ૧૨ કરોડ લોકોને સમયર તબીબી સહાય પહોંચાડવામાં મદદ મળશે. દરેક કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને જીપીએસ સિસ્ટમથી સજ્જ ૫-૬ ડ્રોન રહેશે, જે એક વારમાં ૩૦૦ કિ.મી. અંતર કાપી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter