નવી દિલ્હી: આતંકવાદી વિરુદ્ધ પોતાની ઝીરો ટોલરન્સની નીતિને આગળ વધારતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડિયા) પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ UAPA કાયદા હેઠળ લદાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા ઉપરાંત અન્ય આઠ સંગઠનો પર પણ પ્રતિબંધ લાદવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ સંગઠનો વિરુદ્ધ આતકંવાદ સાથે જોડાયેલા હોવાની પુરાવા મળ્યા હતા. સરકારે પોતાના નિર્મય માટે કહ્યું હતું કે PFIએ સંગઠન પર પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણયનો સ્વીકાર કર્યો છે.
PFIના કેરળ પ્રદેશ મહાસચિવ અબ્દુલ સત્તારે કહ્યું હતું કે PFIના તમામ સભ્યો અને જનતાને સૂચના આપવામાં આવે છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડાયને ભંગ કરી દેવાયું છે. ગૃહમંત્રાલયે PFI પર પ્રતિબંધ લાદવાનું નોટિફિકેશન જારી કર્યું છે. આપણા મહાન દેશના કાયદાનું પાલન કરનારા નાગરિકોના રૂપમાં સંગઠન નિર્મયનો સ્વીકાર કરે છે. તો બીજી તરફ PFIની વિદ્યાર્થી પાંખે સંગઠન પર પ્રતિબંધના નિર્ણયને કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો હતો.
પ્રતિબંધના નિર્ણય બાદ PFIના કાર્યાલયો સીઝ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. દેશભરમાં PFIની ઓફિસોમાં કામગીરી કરાઈ હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હોર્ડિંગ્સ અને બોર્ડ હટાવી દેવાયા હતા.
PFI સાથે આ સંગઠનો પર પણ પ્રતિબંધ લદાયો
• રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન (RIF) • કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (CFI) • ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ (AIIC) • નેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન • નેશનલ વિમેન્સ ફ્રન્ટ • જુનિયર ફ્રન્ટ • એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન • રિહેબ ફાઉન્ડેશન


