નવી દિલ્હીઃ બાળક દત્તક લેવાના નિયમો સોમવારથી બદલાઈ ગયા છે. હવે દંપતી પોતાની પસંદગીના બાળકની પરસંદગી કરી શકશે નહીં. દંપતીને દત્તક લેવા માટે માત્ર એક જ બાળક બતાવવામાં આવશે. તેઓ ઇચ્છે તો તેને દત્તક લે કે નહીં. અત્યાર સુધી બાળક દત્તક લેવા માગતા દંપતીને ત્રણ બાળકમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવતું હતું. બાળક દત્તક લેવા માટે હવે દંપતીને ૨૦ દિવસની અંદર બધી ઔપચારિકતાઓ પૂરી કરવી પડશે. ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના સીઇઓ દીપકકુમારે જણાવ્યું કે આ પરિવર્તનનો એક મોટો હેતુ વસ્તુઓની જેમ બાળકોના પ્રદર્શનની પ્રવૃત્તિ ઘટાડવાની છે. નોંધનીય છે કે બાળક દત્તક લેવા માટે દંપતી સરકારી વેબસાઇટ કેરિંગ્સ પર રજિસ્ટર કરે છે. અહીં પહેલા તેમને ત્રણ બાળકોની પ્રોફાઇલમાંથી કોઈ એક પસંદ કરવાનો વિકલ્પ મળતો હતો. રજિસ્ટ્રેશન કરાવનારા દંપતીને એક બાળકની પ્રોફાઇલ બતાવવામાં આવશે. ૪૮ કલાકમાં તેઓ તેને પસંદ-નાપસંદ કરી શકશે.