નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીની મની લોન્ડરિંગના કેસમાં ૨૦મી ઓગસ્ટે ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ઈડીએ દિલ્હીની કોર્ટમાં રજૂ કરેલી ૧૧૦ પાનાની ચાર્જશીટમાં જણાવ્યા મુજબ રતુલ પુરીએ અમેરિકાની એક નાઇટ ક્લબમાં એક જ રાતમાં ૧૧ લાખ ડોલર એટલે કે આશરે રૂ. ૭.૮ કરોડ ફૂંકી માર્યા હતા. ચાર્જશીટમાં રતુલ પુરીના સહયોગીઓ તેમજ મોઝર બેર ઇન્ડિયા પ્રા. લિ.ના નામ સામેલ કરાય છે. મોઝરબેર અને તેના ડિરેક્ટર્સ તેમજ પ્રમોટર્સ સામે બેંકો પાસેથી મળેલી લોનના દુરુપયોગનો અને પૈસા સગેવગેનો આરોપ છે.

