કમલા હેરિસના વતન તમિલનાડુમાં આગોતરી દિવાળી

Wednesday 11th November 2020 05:52 EST
 

ચેન્નઈઃ તમિલનાડુના બે ગામડા થુલાસેન્થિપુરમ્ અને પેંગનાડુમાં આગોતરી દિવાળી ઉજવાઇ હતી. અમેરિકાના ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર કમલા હેરિસ વિજયી બનતા આ ગામના લોકોએ ધામધૂમથી ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી હતી. કમલા હેરિસના માતા તમિલનાડુમાં જન્મ્યા હતા અને તેમના નાના-નાની પણ તમિલનાડુના ગામમાં રહેતા હતા. આ બંને ગામો થુલાસેન્થિપુરમ્ અને પેંગનાડુમાં આગોતરી દિવાળી આવી ગઈ છે. કમલા હેરિસ વિજેતા બનતાં તમિલનાડુના આ બંને ગામોના લોકોએ ધમાકેદાર ઉજવણી કરી હતી. ઘરે ઘરે રંગોળી બની હતી અને આતશબાજી થઈ હતી. લોકોએ અમેરિકાના ફાઈનલ રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ હતી. જેવું ફાઈનલ પરિણામ જાહેર થયું કે તરત જ આ ગામમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. આકા ગામમાં કમલા હેરિસની તસવીરોના બોર્ડ લાગી ચૂક્યા છે. આખું ગામ ગામની દીકરીની સિદ્ધિને ઉજવવા આધીરું બન્યું છે. ઉલ્લેખનીય છે કે શ્યામલા ગોપાલનનો જન્મ આ ગામમાં થયો હતો. તેમના પિતા ભારત સરકારના ઉચ્ચ અધિકારી હતા.
શ્યામલા ગોપાલન બાયોકોમિકલ સાયન્ટિસ્ટ હતા. ૧૯૫૮માં તેઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા, જ્યાં તેમણે ડોનાલ્ડ જે. હેરિસ સાથે લગ્ન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter