કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીથી દૂધને ચડ્યો રાજકીય રંગ

Monday 10th April 2023 06:37 EDT
 
 

નવી દિલ્હીઃ 10 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલાં રાજ્યમાં અમૂલની એન્ટ્રી સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની જતાં દૂધને પણ રાજકિય રંગ ચડી ગયો છે. કર્ણાટકમાં સ્થાનિક ડેરી બ્રાન્ડ નંદિની અત્યંત લોકપ્રિય છે પરંતુ અમૂલની એન્ટ્રીના એલાન બાદ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ઘમસાણ સર્જાયું છે. અમૂલે કર્ણાટકમં એન્ટ્રીની જાહેરાત કરતાં શંકા સેવાઇ રહી હતી કે તેનાથી નંદિની બ્રાન્ડને મોટો ફટકો પડશે. દૂધના માર્કેટ પર વર્ચસ્વ જમાવવા માટેના મુદ્દાએ હવે રાજકિય વળાંક લઇ લીધો છે. કોંગ્રેસે આ મામલાને કર્ણાટકની અસ્મિતા સાથે સાંકળતા હવે તે ચૂંટણી મુદ્દો બની રહ્યો છે.
જોકે અમૂલ માટે નંદિનીને ટક્કર આપવી સહેલી નથી. નંદિનીજે ભાવે દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો વેચે છે તેની સરખામણીમાં અમૂલના ઉત્પાદનો બજારમા ટકી શકે તેમ નથી. નંદિનીના ટોન્ડ મિલ્કની કિંમત 39 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે અમૂલના આજ દૂધની કિંમત ગુજરાતમાં 54 રૂપિયા પ્રતિ લિટર છે. નંદિનીનું દહીં 47 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે અમૂલનું દહીં 66 રૂપિયા પ્રતિ કિલો પડે છે. કોંગ્રેસ સહિતના વિપક્ષ માને છે કે અમૂલની એન્ટ્રીથી નંદિની બ્રાન્ડન માર્કેટમાં સેંધ વાગી શકે છે. વિપક્ષ સરકાર પર અમૂલના માધ્યમથી નંદિનીને ખત્મ કરવાના કાવતરાનો આરોપ મૂકી રહ્યો છે. બેંગલુરુ હોટલ એસોસિએશને પણ ફક્ત નંદિની બ્રાન્ડના ઉત્પાદનો ખરીદવાનો જ ઠરાવ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter