બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ૧૭ બળવાખોર ધારાસભ્યોમાંથી ૧૬ ભાજપમાં સામેલ થયા છે. ૧૪મી નવેમ્બરે સવારે બેંગ્લુરુમાં મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાની હાજરીમાં આ તમામ ધારાસભ્યોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ૧૭માંથી એકમાત્ર રોશન બેગ ભાજપમાં સામેલ થયા નથી. યેદિયુરપ્પા આ તમામ ધારાસભ્યોને ભાવી પ્રધાનો ગણાવીને તેમને ખાતરી આપી હતી કે તેમને કરાયેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે.
હાલ કર્ણાટક વિધાનસભામાં કુલ ૨૦૭ ધારાસભ્ય છે. બહુમતી માટે જરૂરી ૧૦૪ ધારાસભ્યની સાથે ભાજપના ૧૦૫ અને એક અન્ય ધારાસભ્યનું યેદિયુરપ્પા સરકારને સમર્થન છે. પેટાચૂંટણી બાદ રાજ્યમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપના ૧૧૧ ધારાસભ્ય હોવા જરૂરી છે. તેથી તેણે ૧૫માંથી ૬ બેઠક ફરજિયાત જીતવી પડશે, નહીંતર તેની સરકાર ફરી એકવાર લઘુમતીમાં આવી શકે છે.