કલમ-370 મામલે ચુકાદા બાદ હવે શું? કેટલાક સવાલ અને તેના જવાબ

Sunday 17th December 2023 12:36 EST
 
 

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 પહેલાં ચૂંટણી યોજવા નિર્દેશ આપ્યો છે. તમામની નજર હવે ચૂંટણી પંચ પર છે. જોકે ચૂંટણી પહેલાં સુરક્ષાનો તાગ મેળવવો પડશે. જો સુરક્ષા એજન્સીઓને લાગશે કે સ્થિતિ ખરાબ છે તો તેઓ ચૂંટણી મોકૂફ રાખવા માટે કહી શકે છે.
• જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે? લોકસભા ચૂંટણીના સમયના આધારે વિધાનસભા ચૂંટણીનો સમય નક્કી કારશે. વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથે અથવા તેના પછી ટૂંક સમયમાં યોજાય.
• ચૂંટણી માટે કયો સમય શ્રેષ્ઠ? ડિસેમ્બરથી ફેબ્રુઆરી કાતિલ ઠંડી - હિમવર્ષાના કારણે ઘણા વિસ્તારો સંપર્કવિહોણા બને છે. માર્ચ-મે મહિનો ટૂરિસ્ટ સિઝનનો છે અને રમજાન પણ છે. અમરનાથ યાત્રા જૂનથી ઓગસ્ટ વચ્ચે છે. આમ સપ્ટેમ્બરથી નવેમ્બર શ્રેષ્ઠ સમય કહી શકાય.
• નિર્ણય પર પક્ષોનો કેવો પ્રતિભાવ? પીડીપીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ આઈડિયા ઓફ ઈન્ડિયાની હાર છે. નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સંઘર્ષ જારી રહેશે. અન્ય ઘણા નાના પક્ષોએ ચૂંટણીની સમયમર્યાદા પર ખુશી વ્યક્ત કરી.
• નવા સીમાંકનથી ભાજપને શું ફાયદો? નવા સીમાંકન બાદ જમ્મુ-કાશ્મીરમાં 90 સીટો છે. જેમાંથી 47 કાશ્મીર અને 43 જમ્મુની છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) પાંચ સભ્યોને નોમિનેટ કરશે. આવી સ્થિતિમાં ભાજપ 40 સીટો જીતીને પણ સરકાર બનાવી શકે છે. એલજીના નામાંકિત 5 સભ્યો ભાજપને મદદ કરશે.
 સરકાર બનાવવા માટે અન્ય પક્ષોએ ઓછામાં ઓછી 45 બેઠકો જીતવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter