નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લાના દ્રાસમાં તાપમાનનો પારો ૨૮મીએ માઇનસ ૩૧.૪ ડિગ્રીએ પહોંચતા સમગ્ર રાજ્યમાં ૨૮મીએ કાતિલ ઠંડી પડી હતી. દ્રાસ વિશ્વનું બીજા ક્રમનું સૌથી ઠંડુ સ્થળ છે. મહત્તમ તાપમાન પણ માઇનસ ૧૨.૫ ડિગ્રી નોંધાયું હતું. હિમાલયમાં પણ બરફવર્ષાને પગલે તીવ્ર ઠંડી પડી હતી. કેદારનાથમાં ભારે બરફવર્ષાથી પુન: નિર્માણનું કામ અટક્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં કાતિલ ઠંડીથી જનજીવનને અસર થઈ હતી. શ્રીનગરમાં માઇનસ ૧.૪, કાઝીગુડમા માઇનસ પાંચ અને કોકરનાગમાં માઇનસ ૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

