કાળી ચા પર જીવતી પીળી

Thursday 01st September 2016 02:39 EDT
 
 

રાયપુર: છત્તીસગઢના કોરિયા જિલ્લાની એક સ્ત્રીનો દાવો છે કે, તે છેલ્લા ૧૮ વર્ષથી ફક્ત બ્લેક ટી પીને જીવી રહી છે. ૪૮ વર્ષની પીળીબાઇએ પટનામાં ભણવા માટે મુકાઈ ત્યારથી જ ખાવાનું છોડી દીધું હતું. ત્યારબાદથી તેણે ખાવાનું લીધું જ નથી તેવો દાવો કરાયો છે. ૪૮ વર્ષના પીળીબાઇના લગ્ન ૧૯૯૫માં થયાં હતાં, પરંતુ સાસરીવાળાએ તેને લગ્નના એક દિવસ બાદ જ પિયર મોકલી દીધી હતી, જે બાદ પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા હતા પરંતુ તેની સ્થિતિમાં કોઇ ફેર પડયો નહોતો. પીળીબાઈ હાલ પણ કમજોર રહે છે.

પીળીબાઇ અત્યાર સુધી જીવિત હોવાથી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડયા છે. પોતાના પરિવારજનો સાથે રહેતી પીળીના એક સંબંધીએ કહ્યું હતું કે, તેણે છેલ્લા ૧૮ વર્ષથી એક પણ અનાજનો દાણો લીધો નથી અને ફક્ત બે કે ત્રણ બ્લેક પર જ જીવિત રહે છે. પીળીબાઇ ધાર્મિક છે અને તે પગમાં ચંપલ પણ પહેરતી નથી. પીળીના પરિવારજનો તેને ઘણી હોસ્પિટલોમાં લઈ ગયા પરંતુ ડોક્ટરોએ કહ્યું કે, તે સ્વસ્થ છે પરંતુ આ રીતે જીવિત રહેવાની ઘટના કદાચ બની હોય.

માત્ર બ્લેક ટી પર જીવવું ચમત્કાર છે

હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, આ ચમત્કારથી ઓછું નથી. વૈજ્ઞાનિક રીતે સંભવ નથી કે, કોઇ વ્યક્તિ ફક્ત બ્લેક ટી પર નભી શકે. બીમાર હતી ત્યારે તેના પરિવારજનો મારી પાસે લાવ્યા ત્યારે તેને સારવાર આપતા તબિયત સુધરી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, તેનું વજન કાંઇ પણ ખાધા વિના પણ ૪૫ કિલો જેટલું છે. હોસ્પિટલનો સ્ટાફ પણ તેને બ્લેક ટી વુમનના નામથી જ જાણે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter