કાશ્મીરના ૨૦ જિલ્લામાં ઈન્ટરનેટ શરૂ

Monday 27th January 2020 07:53 EST
 

શ્રીનગરઃ ૩૭૦ નાબૂદી બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ પર પ્રતિબંધો મુકાયા હતા. જમ્મુ કાશ્મીરના નાગરિકોને કેન્દ્રની મોદી સરકારે ગણતંત્ર દિવસ પર એક ભેટ આપી છે. ઘાટીના ૨૦ જિલ્લામાં ૨-જી ઇંટરનેટ સેવા ૨૫મી જાન્યુઆરીએ શરૂ કરાઈ છે. દરેક પોસ્ટપેઇડ અને પ્રિપેઇડ ગ્રાહકોને આ સુવિધાનો લાભ ફરી મળવા લાગશે. સાથે જ જમ્મુ કાશ્મીરના લોકો ૩૦૧ વેબસાઇટ પણ ખોલી શકશે. જોકે સોશિયલ મીડિયા અને કેટલીક વેબસાઇટો પર પ્રતિબંધો જારી રાખવામાં આવ્યા છે. સૌથી પહેલા ૨ જિલ્લા કુપવાડા અને બંદીપોરામાં ૨જી સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પ્રશાસનના મુખ્ય સચીવ રોહિત કંસલે કહ્યું હતું કે બધા જ પ્રિપેઇડ કનેક્શનો માટે વાઇસ કોલ અને એસએમએસ સેવા બહાલ કરી દેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter