શ્રીનગરઃ સલામતી દળોએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સરહદ પર ઓપરેશન દરમિયાન કાશ્મીરમાં 136થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા મોટાભાગના આતંકીઓ લશ્કર-એ-તોયબાના છે. સલામતી દળોના અભિયાનમાં તોયબાના 70થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય જૈશ-એ-મોહમ્મદના 24થી વધુ આતંકીઓને ઠાર કરાયા છે તેમ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ માર્યા ગયેલા આતંકીઓમાંથી 36 જેટલા વિદેશી હતા. વધુમાં સલામતી દળોએ 30 કિલો આઈડીડી જપ્ત કર્યું હતું. ગયા વર્ષ સરખામણીમાં આ વર્ષે બમણા આતંકીઓ માર્યા ગયા છે. ગયા વર્ષે પહેલા છ માસમાં એક વિદેશી સહિત 50થી વધુ આતંકી માર્યા ગયા હતા.


