કાશ્મીરમાં આતંકીઓને પકડીને સુધારવાની નીતિ

Wednesday 23rd May 2018 09:00 EDT
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો હવે ત્રાસવાદીઓને જીવતા પકડવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેનો હેતુ એ છે કે ત્રાસવાદી જૂથ સાથે સામેલ યુવાનોને ઘરે પરત મોકલી તેમને પાછા મુખ્ય પ્રવાહમાં લાવી શકાય. સુરક્ષાદળો દ્વારા છેલ્લા ૭ મહિના દરમિયાન ૭૦થી વધુ ત્રાસવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ આ વ્યૂહરચનાનો હેતુ એ છે કે ત્રાસવાદીઓ માટે કામ કરતા નેટવર્કને ખતમ કરવું. આ લોકો યુવાનોને કટ્ટર બનાવીને તેમને જેહાદમાં ધકેલે છે. ૧૫થી ૧૬ વર્ષના કિશોરનું બ્રેઇન વોશ કરી તેમને જેહાદમાં ધકેલવામાં આવે છે. આ કિશોરોને યોગ્ય માર્ગે વાળવાનો હેતુ છે.
ગુપ્ત માહિતી મુજબ ઘણા યુવાન ઘરે પરત ફરવા માગે છે. કેટલાક વાલીઓ પણ આ માટે ઉત્સુક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter