કાશ્મીરમાં ટ્વિટર હેન્ડલ પરનું ગ્રૂપ ભારતવિરોધી આતંકી સંગઠન બની ગયું

Saturday 25th April 2020 07:19 EDT
 

શ્રીનગરઃ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ એક મોટું સ્થાનિક આતંકી સંગઠન દેખાયું છે. કાશ્મીરમાં આતંક વિરોધી કામગીરી સાથે જોડાયેલી એક એજન્સીની માહિતી છે કે ધ રેસિસ્ટન્સ ફોર્સ નામનું આ સંગઠન પહેલાં ટ્વિટર હેન્ડલ અને ટેલિગ્રામ ગ્રૂપના સ્વરૂપે કાર્યરત હતું, હવે આ જૂથ આતંકવાદી સંગઠન તરીકે અસ્તિત્વમાં આવ્યું હોવાના અહેવાલ છે. લશ્કર-એ-તોયબા પણ તેને મદદ કરી રહ્યું હોવાનું જણાયું છે. કાશ્મીરમાં આતંક વિરોધી ઓપરેશન સાથે જોડાયેલી એક એજન્સીના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લાં બે દાયકાથી પાકિસ્તાન અને આઇ.એસ.આઇ. કાશ્મીરમાં સ્થાનિક સમર્થકો શોધી તેમને આતંકવાદી પ્રવૃત્તિ માટે પ્રેરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter