શ્રીનગરઃ કાશ્મીરમાં ૭૨ દિવસ પછી ૧૪મીએ આખરે મોબાઈલની સુવિધા શરૂ થઈ હતી. રાજ્યના અલગ અલગ નેટવર્કના લગભગ ૪૦ લાખ પોસ્ટપેઈડ ગ્રાહકોની મોબાઈલ સર્વિસ શરૂ થઈ હતી. જોકે, હજુ ઈન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવી નથી. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવ્યા પછી આખરે ૭૨ દિવસે મોબાઈલ સર્વિસ શરૂ થઈ હતી. રાજ્યના પોસ્ટપેઈડ કસ્ટમર્સની ફોનની સુવિધા ચાલુ કરવામાં આવી હતી.
અલગ અલગ કંપનીના પોસ્ટપેઈડ યુઝર્સની સંખ્યા લગભગ ૪૦ લાખ જેટલી હોવાનો અંદાજ છે. એટલે કે જમ્મુ-કાશ્મીરમાં ૪૦ લાખ મોબાઈલ ફોન ધણધણી ઉઠયા હતા. જોકે, હજુ સુધી પ્રિપેઈડ મોબાઈલની સર્વિસ શરૂ કરવામાં આવી નથી, પણ ટૂંક સમયમાં પ્રિપેઈડ ગ્રાહકોને ય ફોન-મેસેજની સર્વિસનો લાભ મળતો થશે એવી શક્યતા છે. મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધા હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી.

