નવીદિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ભારે ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો છે. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ૨૧મીએ રાત્રે વિધાનસભા ભંગ જાહેર કરી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા મુદ્દે સવારથી પોલિટિકલ ડ્રામાની શરૂઆત થઈ હતી. પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ દ્વાર કાશ્મીરમાં સરકાર રચવા માટે બિનભાજપ ડેમોક્રેટિક એલાયન્સ બનાવવા કવાયત હાથ થરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા કાશ્મીરમાં સક્રિય થઈને ભાજપ વિરોધી ગઠબંધન રચવા માટે પ્રવૃત્ત થયા હતા. મોડી સાંજે આ ત્રણેય પક્ષોનું આ ઐતિહાસિક જોડાણ શક્ય બન્યું હતું. મહેબૂબા મુફતીએ ત્યારબાદ રાજ્યના ગર્વનરને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ સરકાર રચવા માગે છે. તેમની પાસે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનો ટેકો છે. તેઓ પાસે બહુમતી કરતા વધારે બેઠકો છે.
આ દાવા પછી બન ભાજપ એલાયન્સની ખુશી માત્ર પંદર મિનિટ જ કાયમ રહી. નાટકીય ઘટનાક્રમાં ભાજપ તરીફી નેતા સજ્જાદ લોનદ્વારા રાજ્યપાલના પીએને વોટ્સએપ કરીને સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યપાલના પીએ પણ તેમણે વોટ્સ એપ ઉપર તરત જ ઓકે રિપ્લાય કરી વોટ્સએપ થકી જ સરકાર રચવાની પરવાનગી આપી હતી. આટલામાં રાજ્યપાલની એન્ટ્રી થઈ અને પોલિટિકલ ડ્રામેબાજી વચ્ચે રાજ્યપાલે જમ્મુ-કાશ્મીરનાં બંધારણની કલમ ૫૩ મુજબ વિધાનસભાનો ભંગ કર્યો હતો.