નવીદિલ્હીઃ ધ કાશ્મીર ફાઇલ્સ મુદ્દે વાદ વિવાદ વચ્ચે પરિમીસન આયોગે જમ્મુ કાસ્મીર માટે લોકસભા અને વિધાનસભા બેઠકોના સીમાંકનનો પ્રસ્તાવ જારી કરી દીધો છે. આયોગે જારી કરેલા લોકસભા અને વિધાનસભા બઠકના સીમાંકન પ્રસ્તાવ ઉપર વાંધા અને સૂચનો માગવામાં આવ્યા છે. તેનાથી હવે સ્પષ્ટ થયું છે કે આગામી આમૂક સમયમાં જ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થશે. વર્તમાન સમયમાં કાશ્મીર ઉપર આવેલી ફિલ્મના કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો દેશ અને દુનિયામાં છવાયો છે. તેવામાં રાજનીતિક વિશ્લેષકો માને છે કે સીમાંકન આયોગનો પ્રસ્તાવ કોઈ સિનેમાંથી પ્રભાવિત નથી પણ ચૂંટણી જમ્મુ કાશ્મીર માટે ખૂબ મોટો સંદેશ લઈને જરૂર આવશે.
બે દિવસે પહેલા આયોગે જમ્મુ કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની બેઠકવાર સીમાંકન વ્યવસ્થાને ધ્યાને લઈને એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ મુજબ લોકસભામાં જમ્મુ અને કાશ્મીરમાં પાંચ બેઠકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. લોકસભામાં પાંચ બેઠકમાંથી અનસૂચિત જાતિ અને જનજાતિઓ માટે હજી સુધી કોઈ બેઠક નક્કી કરવામાં આવી નથી. આ ઉપરંત વિધાનસભાને ૯૦ ક્ષેત્રોમાં વિભાજનનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. પ્રસ્તાવિત આદેશ મુજબ આ મામલે કોઈપણ વાંધા કે સૂચનોને ૨૧ માર્ચ પહેલા આપી શકાશે અને એના ઉપર વિચાર કરવામાં આવશે.


