કાશ્મીરમાં હિંસા

Tuesday 21st April 2015 14:43 EDT
 

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડા લહેરાવી ભારત વિરુદ્ધ ઝેર ફેલાવનાર મસરત આલમની ગત સપ્તાહે ધરપકડ કરાઇ હતી. આ ધરપકડના વિરોધમાં રાજ્યના અલગતાવાદી નેતાઓ સડકો પર ઊતર્યા હતા. હુર્રિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારુકનાં નેતૃત્વમાં અલગતવાદી પ્રદર્શનકારીઓએ ત્રાલ તરફ પ્રયાણ કરતાં પોલીસે અટકાવ્યા હતા, જેને પગલે હિંસા ભડકી ઊઠી હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર ભારે પથ્થરમારો કરતાં ટોળાંને વિખેરવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. હિંસામાં પોલીસજવાનો સહિત ૧૪ લોકો ઘાયલ થયાં હતાં. અલગતાવાદી દેખાવકારોએ શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં ભારતનો રાષ્ટ્રધ્વજ સળગાવી અપમાન કર્યું હતું.

બે કોર્પોરેટના મહત્વના નિવેદનઃ ભારતીય કોર્પોરેટ જગતની બે દિગ્ગજોએ ગત સપ્તાહે બે વિવિધ મત વ્યક્ત કર્યા હતા. ટાટા ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ કહ્યું હતું કે, ઉદ્યોગ જગતનો નવી સરકાર પ્રત્યે આટલી જલદી મોહભંગ ના થ‌વો જોઇએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વચન પૂરા કરવા તક આપવા તેમ જ તેમની પર વિશ્વાસ રાખવા કહ્યું હતું. બીજી બાજુ ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજે તાજેતરના દિવસોમાં ચર્ચો પર થયેલા હુમલા સામે ચિંતા દર્શાવીને કહ્યું હતું કે સરકારે તેની પર નિયંત્રણ રાખવું જોઇએ, અન્યથા રોકાણકારોની ભાવના ખરાબ થશે.

સઇદની ધમકીઃ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહેલા મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદે શેખી મારતાં ભારતને ધમકી આપી છે કે તે પાકિસ્તાનની સેના સાથે મળીને ભારત પર હુમલો કરશે. અમે પાકિસ્તાની સેના સાથે મળીને કાશ્મીરીઓની મદદ કરીએ છીએ. આઝાદીની માગ કરતાં લાખો કાશ્મીરીઓને મદદ કરતી પાક. સરકાર અને સેનાની જેહાદને અમારું સમર્થન છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter