શ્રીનગરઃ હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની સલામતી દળો સાથેની અથડામણમાં ઠાર મરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલી અશાંતિ હજી શમી નથી. બીજી તરફ, પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં સક્રિય હિઝબુલ મુજાહિદ્દીન સંગઠને જમ્મુ-કાશ્મીરના નવા હિઝબુલ કમાન્ડર તરીકે મહેમુદ ગઝનવીની વરણી કરી છે. હિઝબુલે તેને બુરહાની વાનીનો મૃત્યુનો બદલો લેવા માટે ભારતીય સુરક્ષા દળો પર હુમલા કરવાનું ફરમાન કર્યું છે. પાકિસ્તાન કબજા હેઠળમાં આતંકી છાવણીઓ ચલાવતા હિઝબુલના સરદાર સૈયદ સલાહુદ્દીને કહ્યું હતું કે બુરહાનના બલિદાનને એળે જવા નહીં દેવામાં આવે.

