શ્રીનગરઃ ઉત્તર કાશ્મીરના નૌગામ સેક્ટરમાં આઠમીએ સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાની સેનાની મદદથી ભારતમાં ઘૂસી રહેલા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. પાછલા ૪૮ કલાકમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત આતંકીઓના મોત થયા છે. સાતમીએ પણ માચિલ સેક્ટરમાં ચાર આતંકી માર્યા ગયા હતા.
આતંકીઓને આશ્રય નથી આપતા: પાક.
અમેરિકાનામાં પાકિસ્તાનના રાજદૂતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, `અમારા દેશને આતંકીઓના આશ્રય સ્થાન તરીકે ના જોવો જોઇએ. તેમની વાત સાંભળતા કાર્યક્રમમાં હાજર રહેલા હજારો લોક ખખડાટ હસી પડ્યા હતા. ઓડિયન્સના રિએક્શનથી શરમમાં મુકાયેલા પાકિસ્તાની રાજદૂતે ખુલાસો કર્યો હતો, પણ લોકોનું હસવાનું બંધ નહીં થતાં તેઓ ધુંધવાઇ ગયા હતા. અમેરિકામાં થિન્ક ટેન્કના કાર્યક્રમમાં ઘટના સર્જાઈ હતી.