નવી દિલ્હીઃ HRD મંત્રાલય છીનવાયા બાદ પણ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની દૃઢનિશ્ચયી દેખાયાં હતાં. નવી ભૂમિકા અંગે તેમણે જણાવ્યું કે, પીએમ મોદીનો વિશ્વાસ તેમનામાં વધુ વધ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશની આવનારી ચૂંટણીમાં તેમને મોટી જવાબદારી સોંપવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે 'કૂછ તો લોગ કહેગેં, લોગો કા કામ હૈ કહેના'. સ્મૃતિ ઈરાનીએ છઠ્ઠી જુલાઈએ પોતાના નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના ટેક્સટાઈલ ઉદ્યોગને આગળ વધારવાનું વડા પ્રધાન મોદીનું સ્વપ્ન છે.