ચંડીગઢઃ બનાવટી દસ્તાવેજો અને કોઇ ચકાસણી વિના હજારો આર્મ્સ લાઇસન્સ ઇશ્યૂ કર્યા હોવાના આરોપમાં ક્રાઈમ બ્રાંચે બીજી માર્ચે વર્ષ ૨૦૧૦ બેચના કાશ્મીર કેડરના આઇએએસ રાજીવ રંજનની સોમવારે ચંડીગઢથી ધરપકડ કરી હતી. રાજીવ અગાઉ કુપવાડાના નાયબ કમિશનર હતા. સીબીઆઇએ જણાવ્યું કે, ફરજ પર રહેતાં રાજીવ રંજને ૩૦,૦૦૦ આર્મ્સ લાઇસન્સ ઇશ્યૂ કર્યાં હતાં. આ ઉપરાંત વર્ષ ૨૦૧૩થી ૨૦૧૫માં કુપવાડાના જિલ્લા કલેક્ટર રહેલા ઇતરિત હુસેનની પણ આ કેસમાં ધરપકડ કરાઈ હતી. સીબીઆઇની વિશેષ શાખાએ બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યા છે.