નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર બ્રિટનની કેઈર્ન એનર્જીને ચૂકવવાના થતા ૧.૪ અબજ ડોલરની બદલીમાં રત્ન આર સિરીઝ પૈકીનું કોઈ ઓઈલફિલ્ડ આપે તેવી સંભાવના છે. આમ કરવા પાછળનો હેતુ વિદેશી એસેટ્સની જપ્તી રોકવાનો છે. આ ઉપરાંત ઓઈલ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન સેકટરમાં અનુભવી ઓપરેટર મેળવવાનો છે. કેઈર્ન એનર્જી દ્વારા ભારતને સૌથી મોટું ઓનલેન્ડ ઓઈલ ડિસ્કવરી ક્ષેત્ર આપવામાં આવ્યું હતું પણ સરકાર દ્વારા ટેક્સની માગણી પેટે રૂ. ૧૦,૨૪૭ કરોડની વસૂલાત કરવા પગલાં લેવામાં આવ્યાં પછી કેઈર્ન એનર્જી આ સેક્ટરમાંથી નીકળી ગઈ હતી.


