કોલકતાઃ પીએનબી, રોટોમેક, ઓબીસીકાંડ હજી શમ્યા નથી અને ગુનેગારો પકાડાયા નથી ત્યાં કેનેરા બેંક સાથે આશરે રૂ. ૫૧૫થી વધુની છેતરપિંડી આચરાઈ હોવાની વાત સામે આવી છે. કોલકતાની કેનેરા બેંક દ્વારા કોલકતાની એક કંપની આરપી ઇન્ફોસિસ્ટમ અને તેના ડાયરેક્ટર્સ સામે રૂ. ૫૧૫ કરોડની ફરિયાદ કરાઈ છે. શિવાજી પાનજા, કૌસ્તુવ રે, વિનય બાફના સહિતના કંપનીના ડાયરેક્ટર્સ અને અધિકારીઓ દ્વારા બેંક સાથે છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સીબીઆઈ પાસે બેંકે કરેલી ફરિયાદ પ્રમાણે કંપનીના ડાયરેક્ટર્સ મોટી લોન લઈને ફરાર થઈ ગયા છે. બનાવટી દસ્તાવેજો અને સ્ટોક્સનાં માધ્યમથી બેંક સામે કરોડોનું કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું હતું. કેનેરા બેંકના બેંગલુરુનાં હેડક્વાર્ટરમાં આવેલા વરિષ્ઠ અધિકારીએ પણ આ કૌભાંડ થયાની પુષ્ટિ કરી હતી.