નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ૧૭મીએ વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮ સુધીના ગાંધી પીસ પ્રાઇઝ માટે પસંદ થયેલા વિજેતાઓના નામોની જાહેરાત કરી હતી. છેલ્લે ૨૦૧૪માં ભારતીય અવકાશ સંસોધન સંગઠન – ઈસરોને આ સન્માન અપાયું હતું. વર્ષ ૨૦૧૫ના ગાંધી પીસ પ્રાઇઝ માટે કન્યાકુમારીમાં ગ્રામીણ વિકાસ અને શિક્ષણ માટે કામ કરતાં વિવેકાનંદ કેન્દ્રને પસંદ કર્યું છે. ૨૦૧૬ના વર્ષના આ પુરસ્કાર માટે સંયુક્ત રીતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલને પસંદ કરાયા છે. ૨૦૧૭ માટે આ એવોર્ડ એક અભિયાન ટ્રસ્ટને અપાયું છે. ૨૦૧૮ના આ પુરસ્કાર માટે યોહેઇ સસાકાવાને પસંદ કરાયા છે. તમામ વિજેતા દીઠ રૂ. એક કરોડનો રોકડ પુરસ્કાર અપાશે.

