કેપિટલ ગેઈન પરનો સરચાર્જ પાછો ખેંચાયો

Wednesday 28th August 2019 09:09 EDT
 
 

નવી દિલ્હીઃ બજારમાં આવેલી આર્થિક મંદીને દૂર કરવા કેન્દ્ર સરકારે ગ્રાહકો અને ઉદ્યોગજગત માટે ૨૩મીએ અનેક જાહેરાત કરી હતી. બજારમાં રોકડ વધારવા સરકારી બેંકોને રૂ. ૭૦ હજાર કરોડ અપાશે. ઇન્ફ્રા અને હાઉસિંગ ક્ષેત્રે પણ વધારાના રૂ. ૨૦ હજાર કરોડ અપાશે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે દેશની કથળતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, દુનિયાના બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ભારતમાં વર્તાતી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. તાત્કાલિક પગલાં તરીકે સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. 

• લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જીએસટી ચૂકવણીનું રિફન્ડ ૩૦ દિવસમાં જાહેર કરાશે
• સરકારી બેંકોને રૂ. ૭૦ હજાર કરોડ આપવામાં આવશે. તેનાથી તેમની પાસે લોન વહેચવા માટે રોકડ વધશે.
• બેંક આરબીઆઇ દ્વારા વ્યાજમાં કમી થવાનો ફાયદો ગ્રાહકોને તુરંત આપવા માટે તૈયાર છે.
• લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડવાથી હોમ, ઓટો સહિતની લોનની ઇએમઆઇ ઘટશે.
• સરકારી બેંકે નિર્ધારિત કરશે કે લોન પૂરી થયા બાદ ગ્રાહકોને તેમની સંપત્તિના દસ્તાવેજ ૧૫ દિવસમાં આપી દેવામાં આવે.
• આધારથી જોડાયેલા કેવાયસીના ઉપયોગની મંજૂરી અપાશે.
• લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જીએસટી ચૂકવણીનું રિફન્ડ ૩૦ દિવસમાં જાહેર કરવામાં આવશે. આગળથી જીએસટી રિફન્ડ ૬૦ દિવસમાં આપી દેવાશે.
• હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને લિક્વિડીટી રૂ. ૨૦ હજાર કરોડથી વધારીને ૩૦ હજાર કરોડ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter