કેરળ-બંગાળ જેવા ક્ષેત્રે જીતીશું તો ટોચે પહોંચેલા ગણાઈશુંઃ શાહ

Friday 14th June 2019 08:19 EDT
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે ભલે અત્યાર સુધીની સૌથી વધુ ૩૦૩ બેઠક જીતી હોય પણ પાર્ટી હજી ટોચે પહોંચવાની બાકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૧૩મી જૂને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના પાર્ટી નેતાઓની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. શાહે કહ્યું કે ભાજપ ટોચે ત્યારે પહોંચશે જ્યારે બધાં રાજ્યોમાં પાર્ટીના મુખ્ય પ્રધાનો હશે અને પંચાયતથી લઈ સંસદ સુધી દરેક સ્થાને પાર્ટીના સભ્ય હશે. તેમણે પશ્ચિમ બંગાળ અને કેરળ જેવાં રાજ્યોમાં સરકાર બનાવવા પર ખાસ ભાર મૂક્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter