કેરળ સરકારના બજેટના કવર પર ગાંધીજીની હત્યાનું પેઇન્ટિંગ

Tuesday 11th February 2020 07:04 EST
 

તિરુવનંતપુરમ: કેરળ સરકારના બજેટના અંગ્રેજી ભાષાના પ્રથમ પેજ પર ગાંધીજીને ગોળી મારતા નથુરામ ગોડસેનો ફોટો છપાયો છે. આ ઉપરાંત બજેટની મલિયાલમ કોપીના કવર પર પણ ગોળી વાગ્યા પછી લોહીલુહાણ હાલતમાં ગાંધીજી દર્શાવાયા છે જેથી ગાંધી સમર્થકોમાં રોષ દેખાયો છે. ભાજપ તથા કોંગ્રેસે પણ કેરળ સરકારના આ પગલાંને ખોટું ગણાવી નિશાન બનાવ્યું છે. સામે કેરળના નાણા પ્રધાન ટી. એમ થોમસે કહ્યું કે, દેશ બાપુના હત્યારાને ક્યારેય ભૂલી શકે નહીં. તેમણે કહ્યું કે, હા, અમને યાદ છે કે મહાત્મા ગાંધીની હત્યા થઇ હતી. એ નહીં ભૂલી શકીશું કે તેમની હત્યા કોણે કરી હતી.

વિપક્ષે પણ નિશાન સાધ્યું અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, મહાત્મા ગાંધીને બજેટ ભાષણમાં ખેંચવા એ ખોટું છે. ભાજપ પ્રવક્તા જે.આર પહ્મકુમારે કહ્યું કે ડાબેરી સરકારની આ બૌદ્વિક નાદારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter