તિરુઅંનતપુરમઃ કેરળમાં છોકરીઓનાં શિક્ષણ અને સશક્તિકરણ માટે ભગીરથ પ્રયાસો કરનાર નન મરિયમ થ્રેસિયાને રવિવારે વેટિકન સિટી ખાતે પોપ ફ્રાન્સિસ દ્વારા સંતની ઉપાધિ આપવામાં આવી હતી. સિસ્ટમ મરિયમનાં નિધનનાં ૯૩ વર્ષ પછી તેમને સંતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નન મરિયમ થ્રેસિયાન અંગ્રેજ કાર્ડિનલ જ્હોન હેનરી ન્યુમેન, સ્વિસ લેવુમન માર્ગેટ બેયઝ, ભ્રજિલનાં સ્સિટર ડૂલ્ક લોપ્સ અને ઇટાલીનાં સિસ્ટ ગ્સુપિના વાનિનીની સાથે સંતની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ કેરળમાં સંતનો દરજ્જો મેળવનાર ચોથા નન છે.

