કોચ્ચિ: કેરળના પેરમ્મડપમાં છોકરાઓના શેલ્ટર હોમમાં નિર્દેશક જ્યોર્જ ઉર્ફે જેરી (ઉં ૪૦)ની બાળકોના માતા-પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે. જ્યોર્જ ઉર્ફે જેરી પાદરી છે. તેના પર બાળકોએ શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. બાળકોના માતા-પિતાની ફરિયાદ અનુસાર પાદરી લાંબા સમયથી બાળકોનું જાતીય શોષણ કરી રહ્યો હતો. તેના પછી પોલીસે રવિવારે જેરીની કિશોર ન્યાય કાયદા અને યૌન અપરાધથી બાળકોના સંરક્ષણ (પોક્સો) કાયદાની કલમ હેઠળ ધરપકડ કરી હતી.

