નવી દિલ્હીઃ દેશના અલગ અલગ હિસ્સામાં મહાપુરુષોની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાનો સિલસિલો બંધ થવાનું નામ નથી લેતો. ત્રિપુરામાં લેનિનની પ્રતિમા તોડી પાડવાથી થયેલી શરૂઆત બાદ તામિલનાડુમાં પેરિયાર, પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખરજી અને ઉત્તર પ્રદેશમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમઓને નુકસાન કરાયા બાદ આઠમી માર્ચે કેરળ પહોંચી હતી. ગુરુવારે કેરળના કન્નુર જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. તામિલનાડુમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર કાળો રંગ ચોપડવાનો મામલો સામે આવ્યો હતો.