કેરળમાંથી 12,000 કરોડનું 2,500 કિલો ડ્રગ્સ ઝડપાયું

Saturday 20th May 2023 15:03 EDT
 
 

નવી દિલ્હીઃ કેરળમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો અને ભારતીય નેવીએ ઓપરેશનમાં રૂ. 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. રેડ દરમિયાન 2500 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત થયું છે. ભારતમાં મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પહેલીવાર ઝડપાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરી છે. આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી સમુદ્ર માર્ગે કેરળ લવાયું હતું. એનસીબી ઉપરાંત, શ્રીલંકા અને માલદીવ સાથે શેર કરાયેલા ઇનપુટના આધારે કાર્યવાહી બાદ આ જથ્થો જપ્ત થર્યો છે. NCB અધિકારીઓના અનુસાર હજુ સુધીમાં ઓપરેશન દરમિયાન મેથામ્ફેટામાઇન ઉપરાંત, 500કિલોગ્રામ હેરોઇન અને 529 કિલોગામ ચરસ જપ્ત કરાયું છે.
NCB અધિકારીઓના અનુસાર કેરળના કાંઠે આ અભિયાન ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ હાથ ધરાયું છે. ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ હજુ સુધીનાં કુલ 3,200 કિલોગ્રામ મેથામ્ફેટમાઈન, 500કિલોગ્રામ હેરોઇન અને 529કિલોગ્રામ હશીશ જપ્ત કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter