કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી નિર્વિરોધ ચૂંટાયા

Thursday 14th December 2017 01:39 EST
 
 

નવીદિલ્હી: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે સોમવારે પોતાના નવા અધ્યક્ષની પચારિક જાહેરાત કરી દીધી હતી. રાહુલ ગાંધીને કોંગ્રેસના આગામી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. રાહુલ દ્વારા ભરવામાં આવેલાં તમામ ૮૯ નામાંકનપત્રો યોગ્ય જણાતાં તેમને નિર્વિરોધ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી અધિકારી એમ રામચંદ્રને જણાવ્યું કે, રાહુલ ગાંધીને નિર્વિરોધ રીતે કોંગ્રેસના અધ્યક્ષ જાહેર કરાયા છે. ૧૬ ડિસેમ્બરે રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અધિકારિક રીતે તાજપોશી કરવામાં આવશે અને તેઓ તાત્કાલિક કાર્યભાર પણ સંભાળી લેશે. ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી જૂની પાર્ટીમાં રાહુલની અધ્યક્ષપદે વરણી સાથે નવા અને યુવા યુગની શરૂઆત થઈ છે. સોનિયા ગાંધીએ ૧૯૯૮માં કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. ૧૯ વર્ષ બાદ તેઓ પોતાનું પદ રાહુલ ગાંધીને સોંપશે. આતંરિક સૂત્રોના મતે કોંગ્રેસ ઉપરાંત દેશનાં રાજકારણમાં પણ આ બદલાવ નવા યુગની શરૂઆત મનાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter